મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના જવાહરનગરમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત આજે સવારે 11 વાગ્યે થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ ફેક્ટરીમાં લાગેલી આગને ઓલવવામાં વ્યસ્ત છે.

આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો ફેક્ટરી તરફ દોડી આવ્યા હતા. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી.
જાણકારી અનુસાર, આ વિસ્ફોટ જવાહરનગર સ્થિત ફેક્ટરીના C સેક્શન 23 બિલ્ડિંગમાં થયો હતો. પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ ફેક્ટરીના આર.કે.બ્રાન્ચ સેક્શનમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીની છત ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં લગભગ 14થી વધુ દટાઈ ગયા છે. ઘટનાસ્થળેથી 5 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. અન્ય બે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.
ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છત ધરાશાયી થઈ હતી. જેમાં 13થી 14 કામદારો દટાયા છે. પ્રારંભિક માહિતીના આધારે એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસે ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો :-