દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ દેશમાં સૌથી મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પાટનગર દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી પાકિસ્તાના હેન્ડલરના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં હતા.
દેશમાં એક મોટા આતંકી હુમલાના ષડયંત્રને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી, મુંબઈ અને ઝારખંડથી પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. જેમણે દેશમાં મોટા પાયે હુમલાઓ કરવાની તૈયારીમાં હતા, ત્યારે એક્શન લેવામાં આવ્યા છે.
આતંકવાદીઓનો સુરાગ કેવી રીતે મળ્યો?
અહીં ઉલ્લેખનિય છે કે કે દિલ્હી પોલીસને 9 સપ્ટેમ્બરના રોજ એક બાતમીદાર પાસેથી આતંકવાદી આફતાબનો સુરાગ મળ્યો હતો. માહિતીના આધારે કાર્યવાહી કરતા, સ્પેશિયલ સેલે દરોડો પાડીને આફતાબને પકડી લીધો હતો, જેની પાસેથી પૂછપરછ દરમિયાન દાનિશને શોધી કાઢવામાં આવ્યો હતો. તેની માહિતીના આધારે, પોલીસે ગુપ્તચર એજન્સી સાથે મળીને ઝારખંડની રાજધાની રાંચીમાં દરોડો પાડ્યો હતો.
ઝારખંડ એટીએસ અને રાંચીની સ્થાનિક પોલીસ સાથે મળીને, ઇસ્લામ નગરના એક લોજમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં અશર ઉર્ફે દાનિશ વિદ્યાર્થી તરીકે રહેતો હતો. જ્યારે ટીમે તેની ધરપકડ કરી, ત્યારે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે રાસાયણિક હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછ દરમિયાન, 3 અન્ય આતંકવાદીઓના સુરાગ મળ્યા હતા અને તેઓ પકડાઈ ગયા હતા.