ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના બની છે. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગથી 10 નવજાતના મોત થયા છે. NICUમાં તમામ બાળકો દાખલ હતા. મોડી રાતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. 37 બાળકોને બારીના કાચ તોડી બચાવાયા છે. 16 લોકોની હાલત ગંભીર છે. NICUમાં કુલ 54 બાળકો દાખલ હતા. મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરાઇ છે. તો ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 37 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માત સમયે એનઆઈસીયુમાં કુલ 54 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. ઝાંસીના જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે શોર્ટ સર્કિટ આગનું કારણ હોઈ શકે છે. આ મામલે ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. એસએસપીએ કહ્યું, “આગ કયા સંજોગોમાં કે બેદરકારીના કારણે લાગી તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત બાદ કેટલાક માતા-પિતા પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. એનઆઈસીયુમાં દાખલ બાળકોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજે કહ્યું કે અકસ્માત સમયે 52 થી 54 બાળકોને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 10ના મોત થયા હતા અને 16ની સારવાર ચાલી રહી છે.
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, “નવજાત શિશુઓનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પરિવારના સભ્યો સાથે મળીને અમે નવજાત બાળકોના મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રથમ તપાસ વહીવટી સ્તરે કરવામાં આવશે જે સરકાર દ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ, બીજી તપાસ પોલીસ કરશે, ફાયર વિભાગની ટીમ પણ સામેલ થશે, ત્રીજું મેજિસ્ટ્રેટ તપાસ માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો :-