દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે. આ પહેલા ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે હરિયાણા વિધાનસભા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે એવી ચર્ચા હતી કે, પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર કરશે. જોકે પંચે બંને રાજ્યો માટે કોઈ જાહેરાત કરી ન હતી.
ચૂંટણી પંચ કમિશનરની મહત્ત્વની વાતો
- મહારાષ્ટ્રમાં મહિલા બુથ બનાવીશું
- સીનિયર નાગરિક ઘરેથી મત આપી શકશે.
- મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદાર
- ઝારખંડમાં કૂલ 2.6 કરોડ મતદારો
- હરિયાણા અને જમ્મુ કાશ્મીરના લોકોનો આભાર,લોકોએ ભારે સંખ્યામાં મતદાન કર્યું.
- ભારત દરેક ચૂંટણીમાં રેકોર્ડ બનાવી રહ્યું છે.
- ECએ સોશિયલ મીડિયાના દૂરઉપયોગને રોક્યો
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે એક સાથે જાહેર કરવામાં આવશે. ઝારખંડના ઘણા જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે અને ત્યાં સુરક્ષાની ચિંતા છે. જેના કારણે બે રાઉન્ડમાં મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં, આ એક મોટો નિર્ણય છે કારણ કે 2019 માં, અહીં 5 તબક્કામાં મતદાન થયું હતું. આ બંને રાજ્યોની સાથે વાયનાડ લોકસભા સીટ પર પણ 13 નવેમ્બરે મતદાન થશે. રાહુલ ગાંધીના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી છે.
મહારાષ્ટ્રમાં ક્યારે થશે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મીએ આવશે. રાજ્યની તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નામાંકન માટેની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે.
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન
ઝારખંડમાં 13-20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પરિણામ મહારાષ્ટ્રની સાથે 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
81 સીટોવાળી ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. આ વખતે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં જ્યારે ઝારખંડમાં 2 કે 3 તબક્કામાં મતદાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો :-