પૂર્વી કોંગોમાં રવાંડા સમર્થિત એમ23 વિદ્રોહીઓએ એક મોટા શહેરની બે હૉસ્પિટલમાંથી 130 દર્દીઓનું અપહરણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરીએ એમ23ના વિદ્રોહીઓએ ગોમા શહેરમાં આવેલા CBCN એન્ડોશો હૉસ્પિટલ અને હીલ આફ્રિકા હૉસ્પિટલ પર હુમલો કર્યો હતો. ગોમા એક વ્યૂહાત્મક શહેર છે, જે વિદ્રોહીઓએ આ વર્ષની શરૂઆતમાં કબજે કરી લીધું હતું.
સૂત્રો મુજબ, વિદ્રોહીઓએ CBCN એન્ડોશો હૉસ્પિટલમાંથી 116 અને હીલ આફ્રિકા હૉસ્પિટલમાંથી 15 અન્ય દર્દીઓને હિંસક રીતે અપહરણ કરી લઈ ગયા. એમ23ને શંકા હતી કે આ દર્દીઓ કોંગોની સેના અથવા સરકાર સમર્થિત વઝાલેન્ડો મિલિશિયા સાથે સંકળાયેલા છે. પૂર્વી કોંગોમાં એમ23 વિદ્રોહીઓએ વર્ષની શરૂઆતથી જ પોતાનો પ્રભાવ વધારી દીધો છે. તેઓએ અનેક મુખ્ય શહેરો પર કબજો કર્યો છે અને તાજેતરના સંઘર્ષમાં લગભગ 3,000 લોકોની હત્યા કરી છે, જે છેલ્લા એક દાયકાની સૌથી મોટી હિંસાત્મક ઘટનાઓમાંની એક છે.
માત્ર ત્રણ અઠવાડિયામાં, એમ 23 વિદ્રોહીઓએ પૂર્વી કોંગોના મુખ્ય શહેર ગોમા અને બીજું સૌથી મોટું શહેર બુકાવુ કબજે કરી લીધું છે. આ વિસ્તાર વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતું છે, કારણ કે અહીં સોના અને કોલ્ટન જેવી કિંમતી ખનિજો મળી આવે છે. કોલ્ટન એ એક મુખ્ય ખનિજ છે જે લૅપટોપ અને સ્માર્ટફોન જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા કેપેસિટર બનાવવા માટે વપરાય છે.