Monday, Dec 22, 2025

પ્રેમ કરવો ગુનો? ફોઈના પુત્ર સાથે લગ્ન કરવા પર યુવતીને મળેલી ‘તાલિબાની સજા’

1 Min Read

સામાજિક પરંપરાઓની સામે જઈને એક મહિલાએ પોતાના ફોઈના પુત્ર સાથે લગ્ન કર્યાં જેના બદલામાં તેને એવી સજા આપવામાં આવી કે જે માનવતાને શરમાવે એવી છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનો દ્વારા નવવિવાહિત દંપતીને જબરદસ્તી ખેતરમાં લઈ જઈને હળમાં બળદોની જગ્યાએ જોડાઈને જમીન જોતરાવવામાં આવી. આ શરમજનક ઘટના ઓડિશાના રાયગઢ જિલ્લામાં બની છે અને તેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોને લઈ ઈન્ટરનેટ પર મતમતાંતર છે – ઘણા લોકો ગ્રામજનોની નિંદા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સામાજિક પરંપરા તોડવા બદલ આપવામાં આવેલી ‘તાલિબાની સજા’ને યોગ્ય ઠેરવી રહ્યા છે.

અહેવાલ અનુસાર રાયગઢ જિલ્લાના આદિવાસી સમુદાયના કાંજમજોડી ગામના રહેવાસી લાકા સારકા (ઉંમર 28) ને કોદિયા સારકા (ઉંમર 31) સાથે પ્રેમ સંબંધ હતો. લાકા સંબંધે કોદિયાના પિતાની બહેન એટલે કે તેની ફોઈનો પુત્ર છે. બંનેના એક જ ગોત્રના હોવાથી અને નિકટન સંબંધ હોવાથી સ્થાનિક આદિવાસી પરંપરાઓ અનુસાર તેમનાં લગ્ન શક્ય ન હતાં. એ કારણે બંને ઘરે છોડીને ભાગી ગયાં અને લગ્ન કરી લીધાં.

Share This Article