યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિન્કન મહિનાઓની વાટાઘાટો પછી યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા આ ક્ષેત્રમાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયેલે ગાઝા પર રવિવારે કરેલા હુમલામાં એક મહિલા અને તેના છ બાળકો સહિત ૨૪ લોકોના મોત થયા છે. અમેરિકા અને સહ-મધ્યસ્થીઓ ઈજિપ્ત તેમજ કતારે જણાવ્યું કે તેઓ દોહામાં બે દિવસની ચર્ચા પછી આ કરારને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે જ્યારે અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓએ આ કરાર બાબતે વધુ આશાવાદ ન દર્શાવીને સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલ નવી માગણી કરીને વારંવાર વાટાઘાટો ભંગ કરતું હોવાથી તેઓ પ્રતિકારની તૈયારી કરી રહ્યા છે.
મહત્ત્વનું છે કે, દોહામાં બે દિવસની શાંતિ વાર્તા પછી અમેરિકા અને તેના સહયોગી મધ્યસ્થી દેશ ઈજિપ્ત અને કતાર સમજુતી કરારની નજીક પહોંચતા જોવા મળી રહ્યા હતા અમેરિકા અને ઈઝરાયલી અધિકારીઓએ કરારને લઈ સાવધાન થયાની આશા દર્શાવવામાં આવી પરંતુ હમાસે લડાઈ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. અલ-અકશા હોસ્પિટલના અધિકારીના જણાવ્યા પ્રમાણે નવા પ્રકારથી બોમ્બમારો કરતા રવિવારે સવારે એક મકાન પર હુમલો કર્યો. જેમાં એક મહિલા અને તેના છ બાળકોનાં મોત થયા હતા. હોસ્પિટલમાં મૃતકોની ગણતરી કરવામાં આવી હતી.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો ઉત્તરીય શહેર જબાલિયામાં રહેણાક મકાનના બે એપાર્ટમેન્ટમાં થયો હતો. જેમાં બે પુરૂષો, એક મહિલા અને તેની પુત્રીનાં મોત થયા હતા. અવડા હોસ્પિટલના જણાવ્યા અનુસાર મધ્ય ગાઝામાં અન્ય એક હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે દક્ષિણી શહેર ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં બે મહિલાઓ સહિત એક પરિવારના ચાર લોકો માર્યા ગયા હતા. ગયા મહિને બે ટોચના આતંકવાદીઓની લક્ષ્યાંકિત હત્યા બાદ યુદ્ધને રોકવાના મહિનાઓથી ચાલતા પ્રયાસોને વેગ મળ્યો છે. ઈઝરાયેલ પર બંને ઉગ્રવાદીઓની હત્યા કરવાનો આરોપ છે. બીજી તરફ, ઈરાન અને હિઝબુલ્લાએ બે ઉગ્રવાદીઓના મોતનો બદલો લેવાનો પ્રતિજ્ઞા લીધી છે, જેનાથી મધ્ય પૂર્વમાં સપૂર્ણ સ્તરે યુદ્ધની શક્યતા વધી ગઈ છે.
આ પણ વાંચો :-