રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં આ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓની તારીખ આજે જાહેર થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામો આવવાની શક્યતા છે.

રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો :-