ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે ૯ વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ૯૬ વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અડવાણીને બગડતી તબિયતને કારણે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં આ બીજી વખત તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ૯૬ વર્ષના અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ સંબંધિત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દિવસ અગાઉ જ તેમની તબિયત બગડતા દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેમને ઉમર સંબંધિત સમસ્યાને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-