Monday, Dec 8, 2025

ભ્રષ્ટાચાર કેસમાં સત્યપાલ મલિક પર કાયદાનો ચપેટો, CBIએ રજૂ કરી ચાર્જશીટ

1 Min Read

કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કેસમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઈએ ગુરુવારે સત્યપાલ મલિક અને અન્ય 5 લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કેસમાં કેસ નોંધ્યો હતો.

શું હતો મામલો ?

વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડામાં કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને પ્રોજેક્ટની જવાબદારી ચેનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ લિમિટેડ (CVPPPL)ના હાથમાં છે. આ પ્રોજેક્ટ કુલ 2200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. સીબીઆઈએ પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ માટેની ટેન્ડર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અનેક ગડબડ ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે. CVPPPL દ્વારા 47મી બેઠક યોજી ઈ-ટેન્ડરિંગ અને રિવર્સ ઓક્શન દ્વારા ટેન્ડર પ્રક્રિયા ફરી યોજવાનો નિર્ણય લેવાયો હતો, જોકે નિર્ણય લેવાયો પણ લાગુ ન કરાયો અને સીધું જ પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને ટેન્ડર આપી દેવાયું હતું.

Share This Article