બિહાર માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલા તાજા સમાચાર મુજબ બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે અને ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોત સિવાન અને છપરામાં થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 20 લોકોના મોત થયા છે જ્યારે છપરામાં 8 લોકોના મોત થયા છે. ઝેરી દારૂ પીવાથી અનેક લોકોની હાલત ગંભીર છે. જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે.
ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આટલા મૃત્યુ પછી પણ મંત્રી સ્વીકારી રહ્યા નથી કે આ વહીવટી નિષ્ફળતાનો મામલો છે. તેમણે કહ્યું કે આ વહીવટી નિષ્ફળતા નથી, સવાલ એ છે કે આટલા લોકોના મૃત્યુ પછી શું આ વહીવટી નિષ્ફળતા નથી?
મળતી માહિતી મુજબ, આ ઝેરી દારૂ પીવાથી લગભગ 49 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આ મામલાની તપાસ માટે સારણ પ્રશાસન દ્વારા SITની રચના કરવામાં આવી છે. સારણ ડીએમએ કહ્યું છે કે અમે પોસ્ટ મોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સારણના ડીએમ અમન સમીરે કહ્યું છે કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને SITની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો :-