Thursday, Oct 23, 2025

નેપાળના નવા પીએમ તરીકે કેપી શર્મા ઓલી નિયુક્ત

2 Min Read

નેપાળમાં પુષ્પ કમલ દહલની સરકાર પડી ભાંગ્યા બાદ કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલીને નેપાળના ફરી વડાપ્રધાન બનવા બદલ શુભકામના પાઠવી છે. હવે ઓલી વડાપ્રધાન બન્યા પછી ભારત-નેપાળના સંબંધોમાં શું પરિવર્તન આવે છે તે જોવું રહ્યું.

સીપીએન-યુએમએલના પ્રમુખ અને ચીન સમર્થક નેતા કેપી શર્મા ઓલીને નવા વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપતિએ નિયુક્ત કર્યા છે. આ સાથે કેપી શર્મા ઓલી ચોથીવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. એ નવી સરકારના ગઠબંધનનું નેતૃત્વ કરશે. હિમાયલની ગોદમાં આવેલો નેપાળ દેશ હાલ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે, જે ઓલી માટે મોટો પડકાર બની રહેશે. ૭૨ વર્ષીય ઓલી હવે પુષ્પ કમલ દહલ પ્રચંડનું સ્થાન લેશે. પ્રચંડ શુક્રવારે ગૃહમાં વિશ્વાસમત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે બંધારણની કલમ ૭૬(૨) અનુસાર નવી સરકારની રચનાની પ્રક્રિયા શરુ થઈ હતી. કેપી શર્મા ઓલીનો શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના શીતલ નિવાસમાં યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં લખ્યું છે, ‘નેપાળના વડાપ્રધાન પદે આપની નિયુક્તી પર શુભેચ્છા. આપણા બંને દેશો વચ્ચે સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવા તેમજ આપણા દેશવાસીઓની પ્રગતિ અને સમૃદ્ધી માટે આપણે પારસ્પરિક રીતે લાભકારી સહયોગને વધુ વેગ આપવા માટે મળીને કામ કરવા માટે તત્પર છે.’

આ પણ વાંચો :-

Share This Article