દક્ષિણ કોરિયાથી તાઈવાન જઈ રહેલી બોઈંગ ફ્લાઈટ KE૧૮૯ ટેકઓફના થોડા સમય બાદ અચાનક ૨૬,૯૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી, ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી, ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવાનું કહ્યું ulgx.
બ્રિટિશ મીડિયા હાઉસ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટે દક્ષિણ કોરિયાના ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટથી શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે ૪.૪૫ કલાકે ઉડાન ભરી હતી. ફ્લાઈટની માત્ર ૫૦ મિનિટમાં જ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
જેના કારણે ફ્લાઈટ ૧૫ મિનિટમાં જ ૨૬,૯૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી. તે સમયે તે દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ ઉપર હતું. ત્યારબાદ પ્લેનની પ્રેશર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીનો સંકેત મળ્યો, ત્યારબાદ ફ્લાઈટ ટેકઓફ લોકેશન ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ.
તો ઘટનાને લઈ હાલમાં ૧૩ જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ફ્લાઈટ માં કુલ ૧૨૫ મુસાફરો હાજર હતાં. તો આ ઘટનાને લઈ અનેક યાત્રીઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા અનુસાર ફ્લાઈટ માં બાળકો આ પ્રકારની ઘટનાથી ભયમાં મૂકાયા હતાં. અને બાળકોના રડવાના અવાજથી સંપૂર્ણ ફ્લાઈટ ગુંજી ઉઠી હતી. તો આ કોરિયન ફ્લાઈટ KE ૧૮૯ના તમામ યાત્રીઓને ૧૯ કલાક બાદ અન્ય Flight માં તાઈવાન પહોંચાડવામાં આવ્યા હતાં.
મુસાફરોએ જણાવ્યું કે તેઓ ખૂબ જ ડરી ગયા હતા અને પ્લેનમાં હાજર બાળકો રડવા લાગ્યા હતા. મુસાફરોને ડર હતો કે ફ્લાઈટ ડાઉન થઈ જશે. કોરિયન એવિએશન ઓથોરિટીએ ફ્લાઈટની ટેકનિકલ ખામીનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. તમામ મુસાફરોને 19 કલાક પછી બીજી ફ્લાઈટમાં તાઈપેઈ, તાઈવાન લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-