Sunday, Sep 14, 2025

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની કોલકાતા હત્યા

2 Min Read

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની હત્યા કરવામાં આવી છે, જેઓ ૧૮મી મેથી ગુમ હતા. કોલકાતા પોલીસે શહેરમાંથી ગઈકાલે એક ફ્લેટમાંથી મૃતદેહ આવ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેઓ ભારતમાં સારવાર્થે આવ્યા પછી હવે નવા જ અહેવાલથી બંને દેશનું તંત્ર સાબદું બન્યું છે.

Imageબાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશ પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં અમને એટલી માહિતી મળી છે કે, તેમાં સામેલ તમામ હત્યારા બાંગ્લાદેશી છે. આ એક આયોજનબદ્ધ હત્યા હતી. બીજી તરફ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં મૃતદેહના ઠેકાણા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમને હજુ સુધી આ અંગે જાણ નથી થઈ. તેમણે કહ્યું કે, અમે ટૂંક સમયમાં તમને હત્યાનું કારણ જણાવીશું. ભારતીય પોલીસ અમને સહકાર આપી રહી છે.

અજીમ બાંગ્લાદેશી અવામી લીગના સભ્ય હતા. તેઓ ત્રણ વખતના સાંસદ છે. અજીમ ખુલના ડિવિઝનના મધુગંજના રહેવાસી હતી. તેઓ એક બિઝનેસમેન અને ખેડૂત પણ હતા. તેઓ ઝેનાઈદાહના સાંસદ હતા. અનવારુલ અજીમ પશ્ચિમ બંગાળમાં સારવાર કરવા માટે આવ્યા હતા. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર આ એક ષડયંત્ર છે. કોલકાતા પોલીસને અજીમના મૃતદેહના ટુકડા મળ્યા છે. કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી મળ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article