સુરતના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ વિરોધ નોધાવ્યો છે. ખેડૂતોએ રેલી કાઢી સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા. સુરતના ૫ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતો આજે સવારે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. જિલ્લાના ૫ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી, વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી વિરોધ કરી રહ્યાં છે. આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ખેતરોમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વીજ લાઈન નાખવાની કામગીરી કરી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક ૭૬૫ KVની વીજ લાઈન ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ ખેડૂતોએ જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો :-