જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ સક્રિય થઇ ગયા છે, રિયાસી અને કઠુઆ બાદ આજે સતત ત્રીજા દિવસે ડોડામાં આતંકવાદી હુમલો થયો છે. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ હોવાના કેન્દ્રના દાવા પર સવાલ ઉભા થયા છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાઓને અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલા અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

રાહુલ ગાંધીએ આગળ લખ્યું, “રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા ૩ દિવસમાં ૩ અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની છે, પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં મગ્ન છે. દેશ જવાબ માંગી રહ્યો છે… ભાજપ સરકારમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓ કેમ પકડાતા નથી.
બીજી તરફ કોંગ્રેસે પણ વધી રહેલા આતંકી હુમલા અને પીએમના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે પીએમ મોદીએ એક્સ પર પાકિસ્તાની નેતાઓને ઘણો જવાબ આપ્યો, પરંતુ તેમને ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરવાનો સમય નથી મળ્યો! છેલ્લા ૧૦ વર્ષમાં મોદી સરકારની ખોટી વાતોથી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે, જ્યારે નિર્દોષ લોકો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે, પરંતુ બધું પહેલાની જેમ જ ચાલી રહ્યું છે.
તેમને વધુમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પરત લાવવાના ભાજપના ખોખલા દાવાઓ સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે. ભાજપે કાશ્મીર ખીણમાં ચૂંટણી કરવવાની પણ તસ્દી લીધી નથી, તેમની “ન્યુ કાશ્મીર” નીતિ સંપૂર્ણ નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો :-