સુરતમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ગેંદનો પડદાફાશ કર્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજય ઇટાલીયા જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુંમરની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીની પૂછપરછ દરમિયાન સાયબર ફ્રોડ દુબઈથી ઓપરેટ થતું હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી 28 મોબાઈલ જપ્ત કર્યા છે, જેમાંથી આરોપીના સાત મોબાઈલ અને ઓફિસના ઉપયોગમાં લેવાતા 21 મોબાઇલ અલગ-અલગ બેંકના 86 રેબિટ કાર્ડ 180 પાસબુક 30 ચેકબુક 258 સીમકાર્ડ કોમ્પ્યુટર સીપીયુ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મહત્વની વાત છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં વધુ આઠ આરોપીના નામ પોલીસ તપાસમાં સામે આવે છે. આરોપીમાં રાજ રૈયાણી વિજય ઓડ મહેશ ભડીયાદરા ચંદ્રેશ કાકડીયા હાર્દિક પોપટ દેસાઈ અજય ભગત મયંક સોરઠીયા સહિત કુલ આઠ લોકોને અટક કરવામાં આવ્યા છે. હિરેન દુબઈથી મુંબઈ એરપોર્ટ આવતાની સાથે તેને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અગાઉ પકડાયેલા આરોપીઓએ 16 ઇસમો પાસેથી બેન્ક એકાઉન્ટ કમિશન ઉપર લીધા હતા અને મોટા કમિશન મેળવી લઈ એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા.
તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આરોપી દુબઈ ખાતે આવેલ ચાઈનીઝ કિંગના માણસો તેમજ અન્ય દેશના સાઈબર ક્રાઇમ આચરતા માણસોનો સંપર્ક કરી ઇન્વેસ્ટમેન્ટ રોડ ડિજિટલ એરેસ્ટ ટાસ્ક ફ્રોડ જોબ સહિત અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના નાણાં એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા, અને ત્યારબાદ એક એકાઉન્ટમાંથી અનેક એકાઉન્ટમાં આ નાણાં નાની નાની અમાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા.
સુરત પોલીસે તપાસ કરતા તમામ સામે 866 અરજી તેમજ 200 કરતા વધુ FIR દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ સુરત પોલીસ જે-તે રાજ્યની પોલીસના સંપર્કમાં છે. સુરતના આ ઈસમો કમિશન અનુસાર કામ કરતા હતા. તમામ ઇસમો મુખ્યત્વે ચાઈનીઝ ગેંગ સાથે કામ કરતા હતા. તેઓ ડિજિટલ અરેસ્ટ, એક્સ્ટોર્શન ફ્રોડ, ટાસ્ક ફ્રોડ જેવી ઘટનાઓથી લોકો પાસેથી પૈસા પડાવી ચૂક્યા છે. એકાઉન્ટ હોલ્ડર જે પોતાનું ખાતું ભાડા પર આપે છે તેમને પણ હવે પોલીસ આરોપી ગણાવશે અને એકાઉન્ટની ડિટેલ્સની મદદથી પોલીસ ખાતેદાર સુધી પહોંચશે.