લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે મંગળવારે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે પ્રચંડ જનસભાને સંબોધ્યા બાદ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ સાથે પરષોત્તમ રૂપાલાએ સોગંદનામું રજૂ કરીને પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠકમાં ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને મુખ્ય ડરિફ પક્ષ ભાજપ અને કોંગ્રેસ તરફથી બાકી રહેલી તમામ બેઠક દાવેદારી નોંધાઈ ચૂકી છે. ભાજપ-કોંગ્રેસના ૧૬ ઉમેદવારોમાંથી ૧૨ કરોડપતિ છે જયારે ૯ ઉપર દેણું છે. સૌથી વધુ સંપત્તિ જામનગરના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ૬૪.૩૪ કરોડની જાહેર કરવામાં આવી છે. જયારે સૌથી ઓછી સંપતિ કચ્છના સૌથી નાની વયના કોંગ્રેસી ઉમેદવાર નિતેશ લાલન પાસે ૧૨.૦૨ લાખ છે.
બીજેપીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પાસે ૫.૭૯ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પત્ની પાસે ૫.૧૭ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. છેલ્લા ૫ વર્ષમાં ભરેલા IT રિટર્ન મુજબ, વર્ષ ૨૦૨૨-૨૨ દરમિયાન તેમની ૧૫.૭૭લાખની વાર્ષિક આવક થઈ છે. જ્યારે તેમના પત્નીની ૨૦૨૨-૨૩ની આવક ૧૨.૭૦ લાખ રૂપિયા છે. સોગંદનામા મુજબ, હાલ રૂપાલાના હાથમાં ૧૮.૮૯ લાખની રોકડ છે, જ્યારે SBIના બે ખાતામાંથી એકમાં ૫.૦૧ લાખ અને બીજામાં ૧૩.૮૫ લાખ છે. તો તેમના પત્નીના હાથ પર ૯.૧૩ લાખની રકમ છે.જ્યારે HDFCના એકાઉન્ટમાં ૨૩.૬૫લાખ અને બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ૩.૬૪ લાખ રૂપિયા છે.
કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પરેશ ધાનાણીએ એફીડેવીટમાં તેની કુલ ૧ કરોડ ૬૬ લાખની, તેમના પત્ની વર્ષાબેનની ૪૩.૧૩ લાખની અને પુત્રીઓના નામે ૫.૩૭ લાખની મિલકત બતાવી છે. સૌથી મોટી વાત એ છે કે તેમના નામે કોઈ રહેણાંક મકાન નથી. તેમની મુખ્ય આવક ખેતીની છે.આ ઉપરાંત તેમના કે તેમની પત્નીના નામે કોઈ વાહનો નથી. તેમની પાસે ૧.૪૦ લાખની રોકડ ઉપરાંત કુલ ૫૫.૮૮ લાખની થાપણ છે. તેમની પાસે અલગ અલગ ખેતીની જમીન મળી કુલ ૫૦.૧૪ લાખના વર્તમાન મુલ્યની જમીન છે તેમની કુલ સ્થાવર સંપત્તિ ૧ કરોડ ૧૦ લાખ છે. જેમાં ગાંધીનગર ખાતે પ્લોટનો પણ સમાવેશ થાય છે. તેમના પત્ની પાસે ૧૫ લાખની સ્થાવર મિલકત જાહેર કરાઈ છે. આ ઉપરાંત દંપતિ અને બે દીકરીઓ થઈને કુલ ૪૪ તોલા સોનુ જાહેર કરાયું છે.
આ પણ વાંચો :-