સૈફ અલી ખાન પર જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર સામે આવી છે. લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સર્જરી દરમિયાન સૈફના કરોડરજ્જુમાંથી હથિયારનો એક ટુકડો કાઢી નાખ્યો હતો. આ હથિયાર છરી જેવું લાગે છે. જ્યારે તેમના નાના પુત્રની કેરટેકરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હુમલાખોર પાસે હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું. પણ આ હથિયાર બરાબર છરી જેવું લાગે છે. હોસ્પિટલ દ્વારા તેની તસવીર જાહેર કરવામાં આવી છે.

લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર્સે શુક્રવારે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન શેર કર્યું હતું. જેમાં ડૉક્ટર્સે જણાવ્યું કે, જ્યારે સૈફ હોસ્પિટલ આવ્યો તો તે લોહીલુહાણ હતો. પરંતુ, તે સાવજની જેમ ચાલી રહ્યો હતો. સૈફ પોતાના 8 વર્ષના દીકરા તૈમુર સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. પોતાની જાતે જ ચાલી રહ્યો હતો. તેણે હીરોની જેમ કામ કર્યું છે, તે રિયલ લાઇફ હીરો છે. હાલ, સૈફની તબિયત હવે બરાબર છે. એક્ટરને આઈસીયુથી સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે, તે થોડો સમય આરામ કરે.
ડૉક્ટર્સે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, ‘હજુ અમે તપાસ કરી રહ્યા છે. તેની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તે પોતાની જાતે જ ચાલે છે અને ખુશ પણ દેખાય છે. જોકે, એક્ટરને થોડો સમય આરામ કરવો પડશે અને બૅક પર થયેલી ઈજાનું વધારે ધ્યાન રાખવું પડશે, નહીંતર ઇન્ફેક્શન થવાનું જોખમ છે. આ સિવાય મૂવમેન્ટ ઓછી કરવાની રહેશે. ભગવાનની કૃપાથી તે ઠીક છે. ઇન્ફેક્શનના ડરથી સૈફને વિઝિટર્સથી દૂર રાખવાનું કહેવામાં આવ્યું છે. જો પ્રોગ્રેસ બરાબર રહી તો અમે 2 થી 3 દિવસમાં ડિસ્ચાર્જ કરી દઇશું.’
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		