ખેડાની રાઈસ મીલમાં સ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર ઉડતા દેખાયા હતાં. રાઈસ મીલમાં ભીષણ આગ લાગવાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગતાં જ અફરા તફરી મચી જવા પામી હતી. કોલ મળતાની સાથે જ ખેડા અને નડિયાદ સહિતના અલગ અલગ સ્થળેથી આઠથી 10 જેટલા ફાયર ફાઈટરો રવાના થયાં હતાં. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. અત્યાર સુધીમાં આ બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડામાં જય અંબે રાઈસ મીલમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. રાઈસ મીલમાં આગ લાગવાથી મોટુ નુકસાન થયું છે. કંપનીમાં આગની ઘટનાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગનો કોલ મળતાંની સાથે જ ખેડા અને નડિયાદના 8થી 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે.
આસપાસ રહેતા ઝુંપડાના લોકોમાં ફફડાટ ફેલાયો
આગ લાગતાં જ કંપનીની આસપાસ રહેતા ઝુંપડાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડાના પ્રાંત અધિકારી અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયાં છે. આગ એટલી ભીષણ છે કે, તે અન્ય જગ્યાએ પ્રસરે નહીં તે માટે ફાયરના જવાનો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, આગને કારણે એક ઝૂંપડામાં નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો છે. ફાયરના જવાનો દ્વારા ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે.