દિલ્હી રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ રોમાંચક અને મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઇ રહી છે. નવા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓને પસંદ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં નવું સત્તાવાર ચક્ર શરૂ થવાની તૈયારી થઈ રહી છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના દ્રષ્ટિકોણથી, નવી સરકારની રચના માટે ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
દિલ્હી મહાનગરપાલિકામાં કૂલ 250 કોર્પોરેટરની બેઠક છે જેમાંથી 11 કોર્પોરેટર સાંસદ અને ધારાસભ્ય બની ગયા છે. આ આધાર પર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરની સંખ્યા 239 બચી છે જેમાંથી 119 સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની છે જ્યારે 113 ભાજપના છે.બીજી તરફ 7 કોર્પોરેટર કોંગ્રેસ પાર્ટીના છે. હવે અત્યાર સુધી ભાજપ અને AAPમાં માત્ર 6 બેઠકનું અંતર ચાલી રહ્યું છે.
આ ત્રણ કોર્પોરેટરોને બહાર થયા બાદ આમ આદમી પાર્ટીની સંખ્યા 116 થઇ ગઇ છે એટલે કે ભાજપ સાથે તેમનું અંતર માત્ર 3 બેઠકનું રહી ગયુ છે. આ અંતર જણાવી રહ્યું છે કે દિલ્હીમાં ટ્રિપલ એન્જિનની સરકાર બનવાની કવાયત તેજ થઇ ગઇ છે.
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અનિતા બસોયા વૉર્ડ 145 એન્ડ્રયૂઝ ગંજથી આપ કાઉન્સિલર હતી જ્યારે નિખિલ ચપરાના હરિનગર વૉર્ડ 183થી કાઉન્સિલર હતા. બંને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત આરકેપુરમ વૉર્ડના કાઉન્સિલર ધર્મવીર સિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંનેની સાથે સંદીપ બસોયા પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે જે આમ આદમી પાર્ટી, નવી દિલ્હીના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા છે.