Sunday, Sep 14, 2025

મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો

2 Min Read

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. EDના આરોપો પર કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. તેમના નિવેદનના આધારે જ મારી ધરપકડ કરવામાં આવી હતી.

કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. કેજરીવાલે કહ્યું, “ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસન રેડ્ડી, ભાજપને કથિત દારૂ કૌભાંડમાં ૬૦ કરોડ રૂપિયાનું દાન આપનારા સરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા અને પ્રમોદ સાવંતના નજીકના વ્યક્તિ સત્ય વિજય,ગોવાના મુખ્યમંત્રીના નજીકના અને સીએમના કેમ્પેઇન મેનેજરના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.” દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી છે. ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને રજૂ કર્યા છે.

EDએ સોંગદનામામાં હાઇલાઇટ કર્યું હતું કે AAPના વડાને નવ વખત સમન્સ પાઠવ્યા છતાં પૂછપરછ ટાળી રહ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સ્પષ્ટતા કરી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ તે પછી કરવામાં આવી જ્યારે તેમણે સમન્સની વારંવાર અવગણના કરી અને દિલ્હી હાઈકોર્ટમાંથી રક્ષણ મેળવવામાં નિષ્ફળ ગયા. EDએ કોર્ટમાં જણાવ્યું હતું કે કેજરીવાલની ધરપકડ તેમના કદ અને પદને ધ્યાનમાં લીધા વિના તમામ પુરાવા પર આધારિત છે. તેમજ તે મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી નથી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article