દક્ષિણ સિનેમામાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે પીઢ અભિનેત્રી બી. સરોજા દેવીનું અવસાન થયું છે. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ભારતીય સિનેમાનો એક જાણીતો ચહેરો હતો. કન્નડ ઉપરાંત, તેમણે તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘અભિનયા સરસ્વતી’ અને ‘કન્નડથુ પેંગિલી’ જેવા નામોથી ઓળખાય છે.
સરોજા દેવીએ 17 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ 1955ની ફિલ્મ ‘મહાકવિ કાલિદાસ’માં જોવા મળ્યા હતા. પરંતુ, તેમને 1958ની ફિલ્મ ‘નાડોદી મનન’થી ઓળખ મળી. આ ફિલ્મમાં, તેઓ એમજી રામચંદ્રન (એમજીઆર) સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ સાથે, તેઓ તમિલ સિનેમાની એક પ્રતિષ્ઠિત અભિનેત્રી બની ગયા.
પહેલી ફિલ્મ ‘મહાકવિ કાલિદાસ’
સરોજા દેવીની ફિલ્મ વિશે વાત કરીએ તો, તે પહેલી વાર કન્નડ ફિલ્મ ‘મહાકવિ કાલિદાસ’ માં દેખાઈ હતી. જોકે, તેણીને 1958માં લોકપ્રિયતા ફિલ્મ ‘નાડોદી મનન’ માં તેણીની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ. આ ફિલ્મમાં સરોજાએ એમજી રામચંદ્રન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, સરોજાએ હિન્દી સિનેમામાં પણ કામ કર્યું છે.
સરોજા દેવીએ બોલીવુડમાં પણ કામ કર્યું
સરોજા દેવીએ 1959માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સરોજા ફિલ્મ ‘પૈગામ’માં દિલીપ કુમાર સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેણે ‘બેટી બેટે’, ‘સસુરાલ’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ જેવી ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું. માત્ર દિલીપ કુમાર જ નહી તેણે સુનીલ દત્ત, શમ્મી કપૂર, રાજ કપૂર જેવા લોકપ્રિય સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.