Thursday, Oct 23, 2025

કૃષિ કાયદા પાછાં લાવવાના નિવેદન અંગે કંગનાએ માફી માંગી

2 Min Read

ભાજપના લોકસભા સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પોતાના નિવેદનને લઈને એક વખત ફરી ચર્ચામાં છે. કંગનાએ ભારતના ખેડૂતોને સંબંધિત નિવેદન આપ્યું છે. ભાજપ સાંસદનું નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે. ભાજપે કંગનાના નિવેદન અંગે કહ્યું કે આ પાર્ટીનું નિવેદન નથી. જો કે હવે અલગ-અલગ પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં મીડિયા સાથે વાત કરતી વખતે ભારતીય જનતા પાર્ટી સાંસદ કંગના રનૌતે જે કહ્યું તેનાથી સૌ કોઇ ચોંંકી ગયા છે. તેમણે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા લાવવા જોઈએ, જે ખેડૂતોના લાંબા વિરોધ પછી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

કંગનાએ કહ્યું કે આ કાયદાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો હતો, કેટલાક રાજ્યોમાં ખેડૂતોના વિરોધને કારણે સરકારે તેમને પાછા ખેંચવા પડ્યા હતા. કંગનાએ વધુમાં કહ્યું કે ખેડૂતો દેશના વિકાસનો એક ખાસ આધારસ્તંભ છે. તેમણે ખેડૂતોને અપીલ કરી અને કહ્યું કે તેઓએ પોતાના માટે આ કાયદા પાછા લાવવાની માંગ કરવી જોઈએ. હવે તેની પાર્ટીએ ફરી એકવાર કંગનાના નિવેદનથી દૂરી લીધી છે. તેણે દાવો કર્યો કે આ તેમનું અંગત નિવેદન છે. મીડિયા સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું, “હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.”

જનતા દળ યુનાઈટેડના સીનિયર લીડર કેસી ત્યાગીએ કહ્યું કે ‘કંગના રણૌતનું નિવેદન ખેડૂતોનું અપમાન છે, ભાજપે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. આ તો વડાપ્રધાનના નિર્ણયનું અપમાન છે. અમે પણ આ કૃષિ કાયદા વિરુદ્ધ હતાં, અમે કંગના રણૌતના નિવેદનનો વિરોધ કરે છીએ.’

આ પણ વાંચો :-

Share This Article