Thursday, Oct 23, 2025

કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ : તીર્થયાત્રાળુઓમાં ખુશીની લહેર

2 Min Read

પાંચ વર્ષ પછી ભારતીય યાત્રાળુઓ આ વર્ષે જૂનથી ફરી એકવાર માનસરોવરની મુલાકાત લઈ શકશે. બુધવારે, વિદેશ મંત્રાલયે લોટરી સિસ્ટમ દ્વારા નસીબદાર મુસાફરોના નામ જાહેર કર્યા, આ સંદર્ભમાં ચીન અને ભારત વચ્ચે પહેલાથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જૂન અને ઓગસ્ટ વચ્ચે, 50 મુસાફરોના કુલ 15 ગૃપ માનસરોવર યાત્રા માટે રવાના થશે. આમાંથી 50 યાત્રાળુઓના પાંચ ગૃપ લિપુલેખ થઈને માનસરોવર જશે, જ્યારે 50 યાત્રાળુઓના 10 જૂથો નાથુ લા રૂટથી અલગ અલગ સમયે રવાના થશે. એવું પણ જાણવા મળ્યું છે કે બંને રૂટ પર કાર દ્વારા પહોંચવા માટે મોટાભાગે સુલભ બનાવવામાં આવ્યા છે, તેથી મુસાફરોએ ખૂબ જ ઓછું અંતર ચાલવું પડશે.

લોટરી સિસ્ટમમાંથી નામો કાઢવામાં આવ્યા હતા
અહીં એક કાર્યક્રમમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોટરી સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલા મુસાફરોના નામ જાહેર કર્યા. વિદેશ મંત્રાલયનો દાવો છે કે લોટરી સિસ્ટમ કમ્પ્યુટર આધારિત છે, જે સંપૂર્ણપણે પારદર્શક છે.આ વર્ષે કૂલ 5,561 મુસાફરોએ નોંધણી કરાવી હતી. તેમાં 4024 પુરુષો અને 1537 મહિલાઓ હતી. તેમાંથી 750 મુસાફરોની પસંદગી કરવામાં આવી છે.

કૈલાશ માનસરોવર યાત્રા 2019માં બંધ કરવામાં આવી હતી
એ નોંધવું જોઈએ કે વર્ષ 2019 પછી, કોવિડ અને બગડતા ભારત-ચીન સંબંધોને કારણે કૈલાશ માનસરોવર યાત્રા બંધ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2024 માં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં તેને ફરી શરૂ કરવા અંગેનો કરાર થયો હતો. ત્યારબાદ બંને નેતાઓ એપ્રિલ 2020 થી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) માં ચીની સેનાની ઘૂસણખોરી બાદ ઉભા થયેલા તણાવને સમાપ્ત કરવા સંમત થયા હતા. આ પછી, જ્યારે બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક યોજાઈ, ત્યારે કૈલાસ માનસરોવર ફરી શરૂ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો.

Share This Article