Sunday, Sep 14, 2025

જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ

2 Min Read

CJI DY ચંદ્રચુડે તેમના અનુગામી તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. CJI ચંદ્રચુડે સરકારને પત્ર લખીને તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના 6 મહિનાના કાર્યકાળ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહી શકે છે. તેઓ 11 નવેમ્બરના રોજ CJI તરીકેનો ચાર્જ સંભાળી શકે છે. જો તેઓ CJI બને છે, તો તેઓ આવતા વર્ષે 13 મે સુધી તેમના પદ પર રહેશે. તેઓ દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. CJI ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

CJI Chandrachud Recommends Justice Sanjiv Khanna's Name For His Successor, Writes To Centre

સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. થોડા દિવસો પહેલા, સરકારે આઉટગોઇંગ CJIને પત્ર લખીને મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર મુજબ તેમની ભલામણો મોકલવા કહ્યું હતું.

જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024ના રોજ 6 મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળશે. તેઓ 13 મે 2025 સુધી તેમના પદ પર રહેશે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી 2019 માં, તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર છે.

તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના 358 બેન્ચનો ભાગ રહ્યા છે અને 90થી વધુ ચુકાદાઓ આપ્યા છે. 2023માં તેમણે શિલ્પા શૈલેષ મામલે બંધારણીય બેંચનો ચુકાદો સંભળાવ્યો હતો. UOI વિ UCC માં તે બેંચના એક ભાગ તરીકે હતા. જેણે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વધારાના વળતરની માંગ કરતી અરજી પર ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article