મેષઃ
સ્વભાવમાં ગુસ્સો અનુભવ થાય. દિવસ દરમ્યાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ વિવાદ થી દુર રહેવું શરદી કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું
વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્ર નું મિલન શકય બને. દામ્પત્ય સુખમાં આનંદ.
મિથુનઃ
સ્વભાવમાં જીદ નું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ ધંધાવાળાએ સાચવવું. બ્લડ પ્રેશરના દર્દી એ વિશેષ કાળજી રાખવી જરૂરી.
કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતુું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.
સિંહઃ
દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શકય બને. નાણાંકીય વ્યવહીરોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થય સારૂં રહે.
કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણી ના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શકય બને. માતાની તબિયત નું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.
તુલાઃ
દીલમાં અજયો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર – જંગન મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.
વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.
ધનઃ
દિવસ દરમ્યાન મુંઝવણ નો અનુભવ થાય. વિચારવાયુ વધારો રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. બહાર નીકળવાનું ટાળવું.
મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થય સારૂં રહે.
કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરી યાતને ઉપરી અધિકારી થી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોયતો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.
મીનઃ
આવકનું પ્રમાંંણ વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઇ બહેન સાથે વાદ વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.