Wednesday, Nov 5, 2025

રત્નકલાકારો માટે આનંદની જાહેરાત: શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં વર્ષભર રાહત

2 Min Read

ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે શનિવારે (24 મે, 2025) રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત થઈ છે.

રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા આ યોજનાઓ જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા. આ રાહતનો લાભ 31/03/24 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છુટા કર્યા હોય તેને મળશે. તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે.5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે.

ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતાં. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે હશે રાહત પેકેજ
રત્નકલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે. જેની જાહેરાત શનિવારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા જાહેર કરશે. જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને રાહતના પેકેજ જાહેર કરવામાં આવશે.

Share This Article