અમદાવાદના પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે. જેમાં હાલમાં જ જાપાનમાં બીજું એક બોઇંગ 737 વિમાન અકસ્માતથી માંડ માંડ બચ્યું છે. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. જ્યારે વિમાને શાંઘાઈથી ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ અને અચાનક નીચે આવવા લાગ્યું.
વિમાનને લગભગ 26 હજાર ફૂટ ઉપરથી પડતું જોઈને મુસાફરોએ તેના પર આખરી સંદેશા લખ્યા. જોકે, અંતે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. જેમાં મીડિયા અહેવાલ અનુસાર આ બોઇંગ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. જેમાં ક્રૂ સભ્યો સહિત 200 લોકો હતા. મોટાભાગના મુસાફરો ચીનના હતા જેઓ જાપાનના ટોક્યો જઈ રહ્યા હતા.
પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું
જાપાન સરકારના જણાવ્યા મુજબ કેબિનમાં કંઇક ટેક્નિકલ ખામી આવતા આ સમસ્યા સર્જાઇ હતી. પાયલટે તેને સુધારવાના પ્રયાસો કર્યા. આ દરમિયાન પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું. શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેબિનમાં હવાના દબાણને મેન્ટેન રાખનારા પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ફોલ્ટ હોવાની જાણ થતા એલર્ટ આપ્યુ ત્યારે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરનો સંર્પક કર્યો .
એરલાઇન્સે દુઃખ વ્યક્ત કર્યુ
ફ્લાઇટ નીચે ઉતરતાની સાથે જ એર હોસ્ટેસએ વોર્નિંગ આપી દીધી. વોર્નિંગ સાંભળતા જ ફ્લાઇટમાં અફરાતફરી મચી ગઇ. લોકોમાં ડર જોવા મળ્યો. મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. કોઇકે તો ગુડ બાય નોટ લખી રાખી. તો કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા. પ્લેન લેન્ડ થયાના એક કલાક સુધી યાત્રીઓને બહાર નહોતા કાઢવામાં આવ્યા. જાપાન એરલાઇન્સે આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યુ અને 10 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.