જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેડ ચાલુ છે. આ મુઠભેડમાં 3 જવાન ઘાયલ થયા છે અને ગોળીબાર હજુ પણ ચાલુ છે. મુઠભેડમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેનાની 9 નેશનલ રાઇફલ્સ અને CRPFની સંયુક્ત ટીમે તલાશી અભિયાન શરૂ કર્યું હતું, જે બાદ આ મુઠભેડ શરૂ થઈ હતી.
ઘાયલ જવાનોની સારવાર ચાલુ
સમાચાર મુજબ, ગોળીબાર હજુ પણ ચાલુ છે અને અભિયાનમાં મદદ માટે વધુ સુરક્ષાદળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ મુઠભેડ કુલગામના ગુડ્ડર જંગલમાં શરૂ થઈ હતી. મુઠભેડ દરમિયાન એક અધિકારી સહિત 3 જવાન ઘાયલ થયા છે, અને તેમની સારવાર ચાલુ છે.
સુરક્ષા દળોએ સમગ્ર જંગલને ઘેરી લીધું
સુરક્ષાદળોને આતંકી જંગલમાં છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેની બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આતંકીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ સમગ્ર જંગલને ઘેરી લીધું છે.