ઉત્તરાખંડના હરિદ્વાર જેલમાંથી બે કેદીઓ નાસી છૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તેનો ફાયદો ઉઠાવીને તેઓ ફરાર થઈ ગયા. રિપોર્ટ્સનું માનીએ તો નવરાત્રિ દરમિયાન જેલમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે તમામ અધિકારીઓ અને કેદીઓ રામલીલા જોવામાં વ્યસ્ત હતા. જેનો લાભ લઈને કેદીઓ વાંદરાઓનો વેશ ધારણ કરીને દિવાલ કૂદીને ભાગી છૂટ્યા હતા.

કેદી પંકજ રૂરકીનો રહેવાસી છે, તે હત્યાના કેસમાં સજા કાપી રહ્યો છે અને કેદી રાજકુમાર ઉત્તર પ્રદેશના ગોંડાનો રહેવાસી છે. તે અંડરટ્રાયલ કેદી છે. મોકો મળતા જ બંને જેલમાંથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ જેલમાં હાઈ સિક્યોરિટી બેરેક બનાવવામાં આવી રહી હતી, અહીં એક સીડી લગાવવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને કેદીઓ નાસી છૂટ્યા હતા.
જેલમાંથી ભાગી ગયેલા આરોપીઓની ઓળખ રૂરકીના રહેવાસી પંકજ અને યુપીના ગોંડાના રહેવાસી રાજકુમાર તરીકે થઈ છે. બંને સીડી પર ચઢીને દિવાલ ઓળંગી ગયા. નાસી છૂટેલા બંને કેદીઓ જઘન્ય ગુનામાં દોષિત છે. ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. આરોપીની શોધ ચાલુ છે.
પંકજ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. રાજકુમાર અપહરણના કેસમાં અંડરટ્રાયલ છે. કેદીઓ નાસી છૂટ્યા બાદ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચો :-