ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું. આ સાથે, ભારતે બે મેચની સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી. શનિવારે મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડીઝ બીજા ઈનિંગ્સમાં 45.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી. મહત્વની વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાએ બેટિંગ અને બોલિંગ બન્નેમાં તરખાટ મચાવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં ‘તલવાર’ ફેરવી
ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ બેટથી કમાલ કર્યાં બાદ બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. પહેલી ઈનિંગ્સમાં તેને માત્ર 3 ઓવર નાખવાની તક મળી હતી પરંતુ બીજા દાવમાં તેણે લંચ બ્રેક સુધીમાં સૌથી વધારે 13 ઓવરમાં 54 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે માત્ર 3 ઓવર કરી છે અને તેને એક પણ સફળતા મળી નથી.
ત્રીજા દિવસની રમત કેવી રહી
ભારત દ્વારા આપવામાં આવેલા 260 રનના વિશાળ લીડનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ 5 વિકેટો પડી જતાં કેરેબિયન ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. જોકે લંચ બાદ ફરી જાડેજાએ તરખાટ મચાવતા 146 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી.