ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. જેમાં ઇરાને ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ઈરાનના તહેરાનના લશ્કરી મથક પર હુમલો કર્યો છે. તેમજ ઈઝરાયેલ બંકર બોમ્બ ફેંકીને ભારે તબાહી સર્જી છે. આ દરમિયાન તેહરાનમાં ઇઝરાયલી હુમલામાં યુદ્ધ ચીફ ઓફ સ્ટાફ અને સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર અલી શાદમાની માર્યો ગયો છે. તે ઈરાની નેતા અલી ખામેનીના સૌથી નજીકનો વ્યક્તિ હતો.
ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો
આ ઉપરાંત મંગળવારે ઇરાને પણ ઇઝરાયલ પર હુમલા કર્યા હતા. જેના પગલે તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલના ઘણા ભાગોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા બાદ આ વિસ્ફોટો થયા હતા.
અલી શાદમાની કોણ હતા?
ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઇરાનના ટોચના લશ્કરી કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો છે. શાદમાન ‘ખાતમ-અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ના વડા હતા. ઇઝરાયલી લશ્કરી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શાદમાન ઈરાનના “સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર” હતા અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની ખૂબ નજીક હતા. નોંધનીય છે કે શુક્રવારે જ્યારે ઇઝરાયલે આ જ પદ પર રહેલા ભૂતપૂર્વ કમાન્ડર ગુલામ અલી રાશિદની હત્યા કરી ત્યારે અલી શાદમાનીને તાજેતરમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દાવા પર હજુ સુધી ઈરાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
શક્તિશાળી વિસ્ફોટોથી તેહરાન હચમચી ગયું, ઈરાને પણ વળતો જવાબ આપ્યો
તેહરાન શહેર જોરદાર વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. આ દરમિયાન, ઈરાન પણ ઈઝરાયલ સામે બદલો લઈ રહ્યું છે. આ કારણે, તેલ અવીવમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા છે. આ દરમિયાન, ઈરાને બીજી જાહેરાત કરી છે કે તે ઈઝરાયલની ધરતી પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી તીવ્ર મિસાઈલ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાનની મિસાઈલ હુમલાની ચેતવણીના થોડા સમય પછી, તેલ અવીવ અને પશ્ચિમ જેરુસલેમ પર જોરદાર વિસ્ફોટો સંભળાયા.