ઇઝરાયેલના હવાઈ હુમલામાં 724 પેલેસ્ટિનિયન સહિત 2,670 લોકો માર્યા

Share this story

 ઇઝરાયલી સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ આજે તેના 10મા દિવસમાં પ્રવેશી ગઈ છે. આ સમયગાળા દરમિયાન ઇઝરાયેલના હવાઈ હુમલામાં 724 પેલેસ્ટિનિયન બાળકો સહિત ઓછામાં ઓછા 2,670 લોકો માર્યા ગયા છે. હમાસના હુમલામાં માર્યા ગયેલા ઈઝરાયેલની સંખ્યા 1400થી વધુ થઈ ગઈ છે, જેમાં 286 સૈનિકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે વિસ્તૃત ઈમરજન્સી કેબિનેટ બેઠક યોજી હતી અને કહ્યું હતું કે, ઈઝરાયેલ હમાસને ખતમ કરી દેશે. આ દરમિયાન ગાઝાની સરહદ પર ઇઝરાયેલી સેનાની સેંકડો ટેન્ક તૈનાત છે અને તેઓ જમીન, પાણી અને આકાશમાંથી ગાઝા પર ત્રિપાંખીય હુમલાની તૈયારી કરી રહ્યા છે.

ઇઝરાયેલે દક્ષિણ ગાઝાને પાણી પુરવઠો ફરી શરૂ કરવાની પુષ્ટિ કરી છે, જે હાલમાં પાણીની તંગીથી પીડાઈ રહ્યું છે. ઈઝરાયેલના ઉર્જા મંત્રી કાત્ઝે કહ્યું કે, ગાઝાને પાણી પુરવઠો ફરી શરૂ કરવાનો નિર્ણય વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. ઓપરેશન અજય હેઠળ યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવેલા નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ સોમવારે વહેલી સવારે તેલ અવીવથી ભારત જવા રવાના થઈ છે.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કર્યું કે જ્યારે આપણે મધ્ય પૂર્વમાં આપત્તિના આરે આવી રહ્યા છીએ, ત્યારે મારી પાસે બે માનવતાવાદી અપીલ છે, હમાસ તરફથી બંધકોને તાત્કાલિક અને કોઈપણ શરત વિના મુક્ત કરવા જોઈએ. ઇઝરાયેલ માટે માનવતાવાદી સહાયની ઝડપી અને અવરોધ વિનાની પહોંચ. ગાઝામાં નાગરિકોની ખાતર સહાય પૂરી પાડવી જોઈએ.

આ પણ વાંચો :-