Friday, Oct 24, 2025

ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલા, 22 બાળકો સહિત 65 પેલેસ્ટિનિયનના મોત

2 Min Read

ઈઝરાયલે મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં તીવ્ર હવાઈ હુમલા કર્યા, જેમાં 65 લોકોનાં મોત થયા, જેમાં 22 બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલા અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ દ્વારા એક ઈઝરાયલી-અમેરિકી બંધકની મુક્તિના એક દિવસ બાદ થયા. હમાસને નષ્ટ કરવાના લક્ષ્ય સુધી યુદ્ધ ચાલુ રહેશે, જેનાથી યુદ્ધ વિરામની આશાઓ ધૂંધળી થઈ છે. ઈઝરાયલી સેનાએ જબલિયા વિસ્તારના રહેવાસીઓને ખાલી કરવાની ચેતવણી આપી, ત્યારબાદ હમાસના માળખાને નિશાન બનાવ્યું, પરંતુ હુમલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 52,908 લોકો માર્યા ગયા અને 119,721 ઘાયલ થયા, જ્યારે સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 ગણાવ્યો, જેમાં કાટમાળમાં ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરાયા. હુમલાઓએ ગાઝાના 90% ઘરોને નુકસાન પહોંચાડ્યું, અને મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ છે.

રશિયા,ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઇઝરાયલની યોજનાને નકારી કાઢી છે, તેના બદલે ઇઝરાયલને ગાઝા પરનો બે મહિનાથી લાગુ નાકાબંધી હટાવવા અપીલ કરી છે. સાઉદી અરેબિયાની મુલાકાત લેવા જઈ રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ગાઝામાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ યુદ્ધને રોકવા માગતા નથી. તેઓ હમાસને ખતમ કરી દેવાનું નિવેદન આપી રહ્યા છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર,ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 52,908 સ્થાનિકો માર્યા ગયા છે અને 119,721 ઘાયલ થયા છે. સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 દર્શાવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કાટમાળ નીચે ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા છે.

Share This Article