ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પેલેસ્ટાઈનની સત્તાવાર સમાચાર એજન્સીએ શનિવારે માહિતી આપી છે કે ઈઝરાયેલે ગાઝામાં એક શાળા પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે.
ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ આ પહેલો હવાઈ હુમલો નથી પરંતુ તે સતત ચાલુ છે. શનિવારના હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયનોના મોતના અહેવાલ છે. પેલેસ્ટાઈનની સ્થાનિક સમાચાર એજન્સીએ રોઈટર્સને જણાવ્યું કે પૂર્વ ગાઝામાં રહેતા વિસ્થાપિત લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
હમાસ દ્વારા સંચાલિત કાર્યાલય વતી જણાવાયું હતું કે આ હુમલો ત્યારે થયો હતો ત્યારે નાગરિકો ફજર (સવાર) ની નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે જ ઈઝરાયલે ક્રૂરતાપૂર્વક વિસ્થાપિત નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી.
ગાઝામાં તાજેતરના હુમલાની વાત કરીએ તો ઈઝરાયેલે 4 ઓગસ્ટે હુમલો કર્યો હતો. 4 ઓગસ્ટે વિસ્થાપિત લોકો માટે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેતા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 30 લોકોના મોત થયા હતા. આ પહેલા પણ ગાઝામાં હમાસની શાળાઓ પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-