એપલ દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે એપલને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે એપલ દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું છે. જેથી ભારતમાં વધી રહેલા મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં રાખીને, એપલએ તેના સપ્લાયર્સને ભારતમાં iPhone બેટરી બનાવવા માટે કહ્યું છે. જેના પગલે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.
એપલએ તેના તમામ સપ્લાયર્સને iPhone ૧૬ સ્માર્ટફોનમાં મેડ ઈન ઈન્ડિયા iPhone બેટરીનો ઉપયોગ કરવાનો નિર્યણ લીધો છે. એપલના નિર્ણયથી ચીનને ઝટકો લાગી શકે છે. જેને તાજેતરના ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિવાદના પગલે ભારતને ઘણો ફાયદો થવાની આશા છે.
- ભારતને થશે આ ફાયદા
- ભારતમાં Appleના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોને $૧.૫ બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે નવી ઉત્પાદન ફેક્ટરી સ્થાપવામાં આવશે.
- ૧૭માંથી ૧૪ ચીની સપ્લાયર કંપનીઓએ ભારતમાં તેમની ઉત્પાદન લાઇનઅપ સેટ કરવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. આમાં સ્થાનિક ઉત્પાદકો સાથે ભાગીદારી કરવામાં આવશે
- ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી iPhoneની નિકાસમાં ૧૭૭ ટકાનો વધારો થયો છે
- વર્ષ ૨૦૨૪ સુધીમાં Apple iPhoneનો માર્કેટ શેર ૬ ટકાથી વધીને ૮ ટકા થઈ શકે છે