આજે, એટલે કે 17 જુલાઈ, કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો આવ્યા છે. આમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરે ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઇન્દોરે સતત આઠમી વખત આ ખિતાબ જીત્યો છે. ગુજરાતના સુરતે બીજા સ્થાને અને મહારાષ્ટ્રના નવી મુંબઈએ ત્રીજા સ્થાને પોતાનું નામ નોંધાવ્યું છે. તમને જણાવી દઈએ કે ઇન્દોર 2017 થી સતત દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીતી રહ્યું છે. સ્વચ્છતાના સંદર્ભમાં ઇન્દોર સમગ્ર દેશમાં એક મોટા મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
ભારતમાં સૌથી સ્વચ્છ શહેરોમાં આપણું સુરત બીજા નંબરે આવ્યું છે, જ્યારે પ્રથમ નંબરે મધ્ય પ્રદેશનું ઇન્દોર આવ્યું છે. સુરતને બીજો નંબર મળતા ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને ગાંધીનગરને એવોર્ડ મળ્યો છે. જેથી ફરી એકવાર ગુજરાતને ભારતને આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ તમામ એવોર્ડ એનાયત કર્યાં હતાં
નોઈડા પણ જીત્યું
3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં, ઉત્તર પ્રદેશના નોઈડાએ પ્રથમ સ્થાન મેળવ્યું. ચંદીગઢ બીજા સ્થાને રહ્યું અને કર્ણાટકના મૈસુરે ત્રીજું સ્થાન મેળવ્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એવોર્ડ એનાયત કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર સમારોહ 2024 માં વિજેતાઓને પુરસ્કારો પ્રદાન કર્યા. આ કાર્યક્રમ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે હું પુરસ્કાર મેળવનારા તમામ વિજેતાઓને અભિનંદન આપું છું.
