ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે યુવતીને બચાવવા કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જે યુવતીનું તંત્રએ રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ યુવતીને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી 21 વર્ષીય ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રેસ્ક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. જોકે યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મૃતદેહ ફૂલી જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.
આ યુવતીને 32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી છે. હાલ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગઇકાલે ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાને 28 કલાક વીતી ગયા હોવા છતાં પણ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે તંત્ર સતત મહેનત કરી રહ્યું છે. જો કે હજુ તેની મહેનતને સફળતા મળી નથી. તંત્ર દ્વારા બે હુક જોડીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ તંત્રને સફળતા મળી નથી.જો કે હવે યુવતી માત્ર 100 ફૂટના જ અંતરે હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી હવે તે ટૂંક સમયમાં જ બહાર આવે તેવી શક્યતા છે.
મળતી માહિતી અનુસાર, રેસ્ક્યુ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી. જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું, પરંતુ અંતે ટીમે યુવતીનું રેસ્ક્યુ કરી લીધું છે. જોકે, યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી નથી.
આ પણ વાંચો :-