એશિયન ગેમ્સમાં ભારતના સુંદર સિંહ ગુર્જરે ભાલા ફેંક F૪૬ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Share this story

એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં ભારતના સુંદર સિંહ ગુર્જરે બુધવારે ચીનના હોંગઝોંઉમાં ભાલા ફેક-એફ46ની ફાઇનલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુંદરે ૬૮.૬૦ મીટર થ્રો કર્યો હતો અને અંતિમ પ્રયાસ પછી શ્રીલંકાના દિનેશ પ્રિયંતાના૬૭.૭૯ના વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો હતો.

એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં ભારતના જેવલીન થ્રોઅર સુંદર સિંહ ગુર્જરે વર્લ્ડ રેકોર્ડ તોડતા ગોલ્ડ મેડલ જીતી લીધો છે. પ્રથમ વખત જેવલિન થ્રો ઇવેન્ટમાં ભારતે ત્રણ મેડલ જીત્યા છે. જેવલીન થ્રો ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ્સ પર કબ્જો કર્યો છે. આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે જ્યારે ભારતના જ ત્રણ ખેલાડીઓએ એક જ ઇવેન્ટમાં તમામ મેડલ જીત્યા છે.

ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન રહેલા સુમિત એંટિલે સફળતાપૂર્વક પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કર્યો હતો જ્યારે પુરુષોની જેવલિન F૬૪ ઇવેન્ટમાં પોતાનો વર્લ્ડ રેકોર્ડ પણ સુધાર્યો હતો. ૬૬.૨૨ મીટરના તેના પ્રથમ થ્રો સાથે, સુમિતે સરળતાથી ૫૬.૨૯ મીટરનો ગેમ્સ રેકોર્ડ તોડી નાખ્યો જે તેણે ૨૦૧૮માં જકાર્તામાં બનાવ્યો હતો. તેનો બીજો થ્રો ૭૦.૪૮ મીટરમાં માપવામાં આવ્યો હતો, જે તેણે આ વર્ષની શરૂઆતમાં પેરિસમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હાંસલ કરેલા ૭૦.૮૩ મીટરના વિશ્વ વિક્રમ માર્કથી થોડો ઓછો હતો. જો કે, આખરે તેણે તેના ત્રીજા પ્રયાસમાં ૭૩.૨૯ મીટરના જંગી થ્રો રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો :-