કેનેડાના ઓટાવામાં એક ભારતીયની હત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેનેડામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, જોકે ઘટનાની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. કેનેડા પોલીસે આ હત્યા કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’
હાઈ કમિશને સોશિયલ મીડિયા પર લખ્યું , “ઓટાવા નજીક રોકલેન્ડમાં છરાબાજીથી એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે માહિતી આપી છે કે આ કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે ભારતીયોના સ્થાનિક જૂથ દ્વારા સંપર્કમાં છીએ, જેથી અમે પીડિત પરિવારને શક્ય તેટલી મદદ પૂરી પાડી શકીએ.”