ભારતે વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, ફોર્બ્સની વાર્ષિક અબજોપતિઓની યાદીમાં કુલ 205 અબજોપતિઓ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી જ સ્થાન આપે છે. ભારતના અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ નોંધપાત્ર રીતે વધીને આશરે $1.1 ટ્રિલિયન થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ શેરબજારમાં તેજી અને આર્થિક સુધારા છે.
વિશ્વભરમાં અબજોપતિઓની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં ફોર્બ્સની 2025 અબજોપતિઓની યાદીમાં 3,028 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જે ગયા વર્ષ કરતા 247 વધુ છે. તેમની સામૂહિક સંપત્તિ 16.1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જે પાછલા વર્ષ કરતા 2 ટ્રિલિયન ડોલરનો વધારો છે, જે અમેરિકા અને ચીન સિવાયના દરેક રાષ્ટ્રના GDP ને વટાવી ગઈ છે. અબજોપતિઓની સરેરાશ સંપત્તિ હવે 5.3 બિલિયન ડોલર છે.
આ યાદી મુજબ ટેસ્લા અને સ્પેસએક્સના સહ-સ્થાપક ઇલોન મસ્ક વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 342 બિલિયન ડોલર છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ બીજા નંબરે છે અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. આ વર્ષે કુલ 3,028 રોકાણકારો, વારસદારો અને ઉદ્યોગપતિઓએ ફોર્બ્સની વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ચીન 450 અબજોપતિઓ માટે બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. જેમની સંયુક્ત સંપત્તિ 1.7 ટ્રિલિયન ડોલર છે. જોકે 2024માં બજારમાં કડાકો અને શેરબજારમાં મંદીની ચીનની સંપત્તિ પર નોંધપાત્ર અસર પડી છે. જેના કારણે લગભગ 400 બિલિયન ડોલરનું નુકસાન થયું.
ટિકટોકની પેરેન્ટ કંપની બાયટેન્સના સહ-સ્થાપક ઝાંગ યિમિંગ ચીનના સૌથી અમીર વ્યક્તિ બન્યા. બાયટેન્સે તેના શેર ફરીથી ખરીદ્યા પછી આ વાત સામે આવી છે, જેનાથી કંપનીનું મૂલ્ય 312 બિલિયન ડોલર થયું છે. પરિણામે ઝાંગની વ્યક્તિગત સંપત્તિ આશરે 65.5 બિલિયન ડોલર સુધી વધી ગઈ. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટિકટોકને અમેરિકન માલિકને વેચવા અથવા યુએસ પ્રતિબંધનો સામનો કરવા માટે 5 એપ્રિલની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2025મા ભારત ત્રીજા ક્રમે છે. જેમા 205 અબજોપતિઓ પાસે 941 અબજ ડોલરની સામૂહિક સંપત્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 92.5 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. જે પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકોમ, રિટેલ, મીડિયા અને નાણાકીય ક્ષેત્રે કાર્યરત છે.
ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 56.3 બિલિયન ડોલર છે અને તેઓ યાદીમાં 28મા ક્રમે છે. ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન છે. જે પોર્ટ એરપોર્ટ, વીજળી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કામગીરી કરે છે.