પહેલગામમાં થયેલા ઘાટકી આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક મીડિયા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને વર્ષોથી આતંકવાદી સંગઠનોને આશરો આપ્યો છે અને તેઓએ આમેરિકા અને પશ્ચિમી દેશો માટે “ગંદું કામ” કર્યું છે. સ્કાય ન્યૂઝની યાલદા હકીમ સાથેની વાતચીતમાં ખ્વાજા આસિફે સોવિયત યુદ્ધ અને 9/11 બાદના સમયમાં આતંકવાદી સંગઠનોને તાલીમ અને ફંડિંગ આપવાની વાત સ્વીકારી હતી.
આ કબુલનામું માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતા જગાવે છે. વર્ષોથી ભારત આ દલીલ આપે છે કે પાકિસ્તાન આતંકવાદનો પોષક છે અને આજનું નિવેદન તેના પુરાવા રૂપે ઉભર્યું છે. આ નિવેદન સાથે જ ખ્વાજા આસિફે પણ સ્વીકારી લીધું કે જો પાકિસ્તાને તે યુદ્ધોમાં ભાગ ન લીધો હોત તો દેશનો ઇતિહાસ સ્વચ્છ હોત. આમ, આતંકને આશરો આપનારા રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનનું નકાબ હવે ઉતરી ગયું છે.
બીજી બાજુ, ભારતે આતંકી હુમલાની પાછળ રહેલા દરેક ગુનેગારો સામે સખત પગલાં લેવા શરૂ કર્યા છે. PM મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે આરોપીઓને કડકથી કડક સજા મળશે. ભારતે સિંધુ જળ સંધિ અટકાવી અને પાકિસ્તાન સાથેના રાજનૈતિક સંબંધોમાં પણ મોટું પરિવર્તન લાવ્યું છે. ભારત હવે માત્ર શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી આતંક સામે જવાબ આપી રહ્યું છે.