ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની મુલાકાત દરમિયાન ભારત-ચીન બોર્ડર મેનજમેન્ટ અને નિયંત્રણ અંગે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પછી બંને દેશો વચ્ચે તણાવ ઘટી શકે છે અને સરહદ પર શાંતિ જાળવવા માટે નવું માળખું ઉભું થશે
ભારત-ચીનનો નવો સંકલ્પ:
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હવે ભારત અને ચીન વિવિધ ક્ષેત્રોમાં ફરી સંવાદ શરૂ કરશે, પરસ્પર લાભદાયી સહકારના નવા રસ્તા બનાવશે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા સંયુક્ત રીતે કાર્ય કરશે. મહત્વનું એ છે કે બંને દેશોએ એકતરફી પગલાંનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે, જેથી સરહદ પર વિશ્વાસ અને સ્થિરતા વધારી શકાય.
આ નવા કરારથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ વેપાર, રોકાણ અને વૈશ્વિક મંચ પર ભારત-ચીન સહયોગના નવા દ્વાર ખૂલ્લા થઈ શકે છે. વિશ્લેષકો માને છે કે આ પગલું એશિયાની જિઓ-પોલિટિક્સમાં મોટો ફેરફાર લાવી શકે છે.