Thursday, Oct 23, 2025

IND vs NZ Final: ન્યુઝીલેન્ડનો દાવ પૂરો, ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનવા માટે 252 રનનો લક્ષ્યાંક

2 Min Read
Oplus_131072

આઇસીસી વન ડે ટ્રોફીના 12 વર્ષના વનવાસનો અંત લાવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીના વન ડે મુકાબલામાં ઉતરી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં પણ ટોસ હાર્યો છે. ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે.

આઈસીસી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઉમદા બોલિંગ કરનારો મોહમ્મદ શમી ફાઈનલમાં પોતાનો જલવો બતાવી શક્યો ન હતો. શમીને પ્રથમ છ ઓવરમાં કોઈ વિકેટ હાથ લાગી ન હતી. સાતમી ઓવરે મિચેલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે આજની ટૂર્નામેન્ટમાં શમીએ નવ ઓવરમાં 74 રન આપી એક જ વિકેટ ઝડપી છે.

ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે.ન્યૂઝીલેન્ડનો કેપ્ટન સેન્ટનરને વિરાટ કોહલીએ રન આઉટ કર્યો છે. દસ બોલમાં આઠ રન બનાવી સેન્ટનર પેવેલિયન ભેગો થયો હતો.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીનો સૌથી સફળ ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજાગ્રસ્ત હોવાથી અત્યંત મહત્ત્વની ફાઈનલ મેચમાં જ નહીં રમે. ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં મેટ હેનરીની ગેરહાજરી વર્તાઈ શકે છે. કારણકે, તેણે અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી છે. ભારત સામેની મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં હેનરીનો આ સ્પેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્પેલ હતો.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી.

ટીમ ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ 11: વિલ યંગ, રચિન રવિન્દ્રા, કેન વિલિયમસન, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમિસન, વિલિયમ ઓરોર્ક, ડેરિયલ મિચેલ.

Share This Article