Wednesday, Jan 28, 2026

સુરતના નામાંકિત ઉદ્યોગપતિઓ ઘરે અને ઓફિસે ઇન્કમટેક્સના દરોડા

1 Min Read

સુરતમાં ઇન્કમટેક્સ વિભાગનું લક્ષ્મી ડાયમંડના ચુની ગજેરા, મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારોના ઘર-ઓફિસમાં સર્ચ

સુરત ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા આજે(28 જાન્યુઆરી, 2026) વહેલી સવારથી જ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પર આકરાં પગલાં લેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ચુની ગજેરાને નિશાન બનાવવામાં આવ્યા છે.

આઈટી વિભાગના અધિકારીઓના મોટા કાફલાએ આ તમામ ઉદ્યોગપતિઓના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share This Article