Thursday, Oct 23, 2025

ખુરાના ગ્રૂપ અને માધવ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દરોડા, ૨૭ જગ્યાએ ટીમો ત્રાટકી

2 Min Read

ગુજરાતમાં શનિવારે ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. આવકવેરા વિભાગે અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. બરોડા નાખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીરખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ છે.

તાજેતરમાં વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. હાલ દેશના અલગ અલગ બેઠકો પર તબક્કાવાર રીતે ચૂંટણી યોજાઇ રહી છે. તેવામાં આજે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. વડોદરાના માધવ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીની સુભાનપુરા વિસ્તારમાં કોર્પોરેટ ઓફિસ આવેલી છે. આજે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

માધન ગ્રુપ કંપની વિજ ઉત્પાદન, રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેના એમડી અશોક ખુરાના છે. કંપનીની મુખ્ય ઓફિસ સુભાનપુરા વિસ્તારમાં આવેલી છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. સુત્રો જણાવી રહ્યા છે કે, કંપની સંબંધિત ૨૭ લોકેશન પર કાર્યવાહી ચાલી રહી છે. આ એક મેગા સર્ચ ઓપરેશન છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article