પન્નુની હત્યાના કાવતરા કેસમાં અમેરિકાએ ભારત પાસેથી માંગી માહિતી, કહ્યું- તપાસની સંપૂર્ણ માહિતી આપો

Share this story

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવેઅમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ મામલે સંવેદનશીલ છે અને અમે ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે. ભારતે અમારી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ નવી દિલ્હી દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને સતત અપડેટ્સ આપવા કહ્યું છે.

પન્નુ હત્યાના કાવતરાના કેસમાં અમેરિકાએ ભારત પાસે માંગ્યુ અપડેટ, કહ્યું- આ તપાસની સંપૂર્ણ માહિતી આપો 1 - image

ભારતની મુલાકાતના દિવસો પછી એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રશ્નોના જવાબમાં કેમ્પબેલે કહ્યું હતું કે, અમે સ્પષ્ટ કર્યું છે કે અમે જવાબદારી ઈચ્છીએ છીએ અને અમે આ વિષય પર ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે અને તેઓએ પણ અમારી ચિંતાઓનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ મુદ્દો સીધો ભારત સરકારના નેતૃત્વના ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને તેમની પાસેથી સતત અપડેટ્સ માગ્યા છે.

ગત વર્ષે અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુનું એક્સિડન્ટ થયુ હતું. આ મામલે અમેરિકાએ ગત વર્ષે જૂન મહિનામાં નિખિલ ગુપ્તા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં એક ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ગુપ્તાની ૩૦ જૂન ૨૦૨૩ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય લોકોના સંપર્કમાં હતો. આ લોકો અમેરિકામાં રાજકીય કાર્યકર્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જે ભારતીય મૂળનો છે અને અમેરિકન નાગરિક છે.

આ પણ વાંચો :-