કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં ૬૮૦ બેઠકોમાંથી ૪૧૧ જેટલી બેઠકો જીતીને ધમાકેદાર જીત મેળવી હતી. આ સાથે ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૪ વર્ષના શાસનકાળનો અંત થયો હતો.

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઘણા ભારતીય મુળના નાગરિકો પણ ચૂંટણી લડી રહ્યા હતા. ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ બ્રિટિશ ઈન્ડિયન કન્ઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજા સામે લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તમામની નજર ભારતીયોની ધરોહર ગણાતા આ મતવિસ્તાર પર હતી, કારણ કે ગોવા મૂળના ભૂતપૂર્વ સાંસદ કીથ વાઝ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. સેન્ટ્રલ ઈંગ્લેન્ડના વોલ્વરહેમ્પટન વેસ્ટના સોલિસિટર વરિન્દર જૂસ અને સ્મેથવિકના ગુરિન્દર સિંઘ જોસન સહિત બ્રિટિશ શીખો, લેબર માટે આગળ વધવાની આશા રાખી રહ્યા છે. બિહારમાં જન્મેલા કનિષ્ક નારાયણ વેલ ઓફ ગ્લેમોર્ગનમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.
લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડનારા શિવાની રાજા મૂળ દીવના છે. તેમણે વતનમાં આવેલા બ્રિટીશ મતદારોને વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓનલાઈન મત આપવા માટે અપીલ કરી હતી. દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે. તેને ઓનલાઈન વોટ કેવી રીતે આપવો તેની પણ માહિતી આપવામાં આવી હતી.
યુકેમાં આ વખતે ૧૦૭ ભારતીય મૂળના ઉમેદવારોએ પણ આ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી ઘણા ભારતીય ઉમેદવારો અત્યાર સુધીમાં જીતી ચૂક્યા છે. હવે આ ભારતીય મૂળના ઉમેદવારો સાંસદ બનીને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં ભારતનું માથું ગર્વથી ઊંચું કરશે. જાણો કોણે જીત મેળવી છે.
ઋષિ સુનક (કન્ઝર્વેટિવ પાર્ટી)
શિવાની રાજા (કન્ઝર્વેટિવ પાર્ટી)
કનિષ્કા નારાયણ (લેબર પાર્ટી)
સુએલા બ્રેવરમેન (કન્ઝર્વેટિવ પાર્ટી)
પ્રીત કૌર ગિલ (લેબર પાર્ટી)
ગગન મહિન્દ્રા (કન્ઝર્વેટિવ પાર્ટી)
નવેન્દુ મિશ્રા (લેબર પાર્ટી)
લિઝા નંદી (લેબર પાર્ટી)
સતવીર કૌર (લેબર પાર્ટી)
આ પણ વાંચો :-