HomeNationalપતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં રેલવેને કરોડોનું ફટકો, ફોન પર કહ્યું OK અને થઇ...

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં રેલવેને કરોડોનું ફટકો, ફોન પર કહ્યું OK અને થઇ ગયો ખેલ

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં પતિ-પત્નીના ઝઘડાના કારણે રેલવેને કરોડોનું નુકસાન ભોગવવું પડ્યું છે. પતિ-પત્નીના ઝઘડામાં ટ્રેન બંધ રૂટ પર ચાલી ગઇ હતી અને રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ નુકસાન પછી પતિની નોકરી પણ જતી રહી છે.

વાસ્તવમાં, એક સ્ટેશન માસ્તરની ડ્યુટી દરમિયાન તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. સ્ટેશન માસ્તર ફરજ પર હતા ત્યારે તેમની પત્ની ફોન પર ઝઘડો કરવા લાગી હતી. તેના એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં ઓફિસનો ફોન હતો. બંને પક્ષે વાતચીત ચાલી રહી હતી.

પત્નીએ સ્ટેશન માસ્તરને કહ્યું કે ઘરે આવો પછી હું વાત કરીશ, જવાબમાં પતિએ કહ્યું ઓકે, હવે સ્ટેશન માસ્તરના બીજા હાથમાં જે ફોન હતો તેને સામે છેડાવાળાએ સાંભળ્યું કે આ ઓકે તેને માટે છે એટલે તેણે સિગ્નલ આપી દીધું અને ગાડી રવાના થઈ હતી પરંતુ ટ્રેન જ્યાં રુટ બંધ હતો ત્યાં જતી રહી પરિણામે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને રેલવે માસ્ટરને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અને હવે પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

વિશાખાપટ્ટનમના સ્ટેશન માસ્ટરના લગ્ન 2011માં ભિલાઈની એક યુવતી સાથે થયા હતા. પતિનો આરોપ છે કે લગ્ન પછી જ પત્નીએ કહ્યું હતું કે તેને બીજા કોઈ સાથે પ્રેમ છે અને તેને ભૂલી શકે તેમ નથી. જે બાદ તે તેના પતિની સામે જ તેના પ્રેમી સાથે વાત કરતી હતી. એક દિવસ, જ્યારે ફરજ પર હતા, ત્યારે તેની પત્નીને કારણે તેણે નોકરી ગુમાવી દીધી. જેના કારણે પતિએ વિશાખાપટ્ટનમ ફેમિલી કોર્ટમાં પત્ની પર માનસિક ત્રાસનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી કરી હતી. બીજી તરફ પત્નીએ પણ દહેજ માટે ઉત્પીડનનો કેસ નોંધાવ્યો હતો. જોકે, કોર્ટમાં દહેજનો કેસ સાબિત થઈ શક્યો ન હતો અને હાઈકોર્ટે પતિના છૂટાછેડા મંજૂર કર્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories